8 meal Diet for Weight Loss in Gujarati

વજન ઘટાડવા માટે - 
*વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ભોજન વ્યવસ્થા*

7am
ઉઠીને ૧૫ મિનિટમાં લીંબુ પાણી, જ્યૂસ, મોસમી ફળો કે તાજું દહીં લેવાં. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવા થોડું પાણી પણ પી શકાય.

8-8:30am
ઉઠ્યા પછી 1½ કલાકે ઘરે બનાવેલો તેમજ ઘીમાં રાંધેલો હળવો નાસ્તો લેવો, જેવો કે multigrain રોટલી સાથે યોગર્ટ, ઉપમા, પૌંઆ વગેરે. બાફેલા ઈંડા લઈ શકાય..

11am
સવાર ના નાસ્તા થી ૩ કલાક બાદ સૂકોમેવો, સિંગ-ચણા, મમરા કે refreshing જ્યૂસ લેવું

1-2pm
બપોરના ભોજનમાં રોટલી કે ભાત માંથી એક જ લેવું. સાથે ઋતુ મુજબ શાકભાજી અને દાળ ખાવી. થોડી માત્રામાં દહીં, સલાડ ને અથાણું લઈ શકાય. ભોજનમાં ઘી ઉમેરવું ખુબ જરૂરી છે. નોનવેજ ખોરાક બપોરના ભોજનમાં ઉમેરવો.

4pm
ભોજન કર્યા ના ૨ કલાક બાદ ઋતુ મુજબ સરબત કે છાસ લેવી.

5-6pm
રાતનાં જમવા નાં ૨-૩ કલાક પહેલાં હળવો નાસ્તો અથવા Mini-Lunch જેવો ખોરાક લેવો.

8pm
રાતનું વાળું સુવાના સમયના ૩ કલાક પહેલા પુરું કરવું જોઈએ. બપોરના ભોજન કરતાં અલગ હોય તે જરૂરી. વાળું માં ભાત, ખીચડી અથવા ઘી વાળો રોટલો (બાજરી/મકાઈ) શાક સાથે લઈ શકાય.

11pm
રાત્રે સૂતી વખતે ગંઠોડા વાળું હુંફાળું દૂધ લેવું.

નોંધ:
હંમેશા યાદ રાખો કે તમારું ભોજન ઋતુ મુજબ અને પ્રાદેશિક ( Local & Seasonal) હોય તે આવશ્યક.
દિવસ દરમિયાન તમારાં ભોજનમાં દરેક પોષક તત્વો નું સંતુલન જળવાય તે રીતે આયોજન કરવું.
દરેક સમયે ખોરાક ની માત્રા પ્રમાણસર રહે તેનું ધ્યાન રાખવું.
ઉપરોક્ત નિત્યક્રમ નું અડગ રહી પાલન કરવું, ભલે ને જે તે સમયે ભૂખ ન લાગે.

આવશ્યક સુચના -
તમારો ખોરાક શાંતિથી ચાવીને ખાવો.
ટીવી સામે બેસીને કદી પણ જમવું નહીં.
રાત્રે વહેલા સુઈ, સવારે વહેલા ઊઠવાની આદત રાખવી.
દિવસ દરમિયાન પ્રવૃત્તિશીલ રહેવું.
હંમેશા ધીમાં અને ઊંડા શ્વાસ લેવા.
કપાલભાતિ, પ્રાણાયામ અને યોગાસનો જેવાકે ઉત્તાનપાદાસન, નૌકાસન, પવનમુક્તાસન, ભુજંગાસન, ધનુરાસન, કુંભકાસન વગેરે નો નિયમિત અભ્યાસ કરવો.

Comments

Popular posts from this blog

PHOBIA Management

Benifits of Metals for Health