Benifits of Metals for Health

આરોગ્ય આપણાં માટે પહેલી પ્રાથમિકતા છે. આજે જુદા જુદા વાસણો નાં આરોગ્યલક્ષી ફાયદા વિષે જાણીશું.

માટીના વાસણમાં ખોરાક ધીરે-ધીરે પાકે છે જે ઉત્તમ છે. આયુર્વેદ કહે છે કે - "ખોરાકને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવો હોય તો એને પાકવામાં સમય લાગવો જોઇએ!" દૂધ અને દુધથી બનતાં ખોરાક માટે તો માટીના વાસણો ઉત્તમ છે. માટીના વાસણો થી કેલ્શિયમ ની પૂર્તિ થાય છે. પાચનક્રિયા મજબૂત બનાવે છે, તેમજ શરીરમાં હાનિકારક તત્ત્વો જતાં અટકે છે. માટીના વાસણોમાં બનાવેલા ખોરાકમાં ૧૦૦% પોષક તત્વો મળે છે અને સાથે સ્વાદ પણ જળવાય છે નફામાં!!
માટી શીતળતાનું પ્રતીક છે, તેથી જ ઘરમાં માટીના માટલાં માં પાણી ભરી રખાય છે, પાણી શરીરમાં શીતળતા ફેલાવે છે.
આટલું વાંચ્યાં પછી તો આપણે આગ્રહ રાખવો જોઇએ કે, ઘરમાં બનતો અમુક ખોરાક માટીના વાસણમાં બને! સૌથી સસ્તાં મળતાં માટીનાં વાસણો આપણા માટે ખરેખર હિતાવહ છે.

લોખંડના વાસણોમાં રાંધવાથી કે જમવાથી શરીરમાં હિમોગ્લોબીન અને આયર્નની ઉણપ ક્યારેય નથી થતી. આ વાસણોમાં પર્યાપ્ત માત્રામાં લોહતત્વ હોય છે, જે ખોરાકમાં ભળીને સંતુલિત રૂપે શરીરને પોષણ આપે છે. લોહતત્વ/આયર્નની ઉણપ હોય તેવા લોકોએ ખાસ આ વાસણોમાં ખાવું જોઇએ. 

પિત્તળના વાસણમાં રાંધવાથી કે જમવાથી પાચનશક્તિ મજબૂત બને છે. પિત્તળ તાંબુ અને કાંસાનું મિશ્રણ હોય છે, તેથી આ વાસણમાં જ્યારે ગેસ ઉપર જમવાનું બનાવવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલાં તત્ત્વો ભોજનમાં પણ આવી જતા હોય છે. જે લાંબા સમય સુધી ભોજનને તાજું તો રાખે જ છે સાથે શરીરમાં ભોજન ખૂબ જલદી પચી જાય છે. પિત્તળના વાસણમાં ભોજન રાંધવાથી/ખાવાથી કૃમિરોગ, કફ અને વાયુદોષની બિમારી અટકે છે. પિત્તળના વાસણોમાં બનાવેલા ખોરાકમાંથી માત્ર ૭% પોષકતત્વોનો નાશ થાય છે. પિત્તળના વાસણમાં પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેમજ મન શાંત અને તણાવમુક્ત રહે છે.

તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી શરીર ડિટોક્સીફાઇ થાય છે. એટલે કે આ પાણી શરીરનાં કચરાને પરસેવા/યુરીન વાટે કાઢી શરીરને સાફ કરે છે. સવારે તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી શરીર સ્ફૂર્તિલું રહે છે. હ્રદય મજબૂત બનાવી બ્લડપ્રેશર નોર્મલ રાખે છે. પાચનતંત્ર સુધારી, લીવર મજબૂત કરી પેટનાં રોગ મટાડે છે. 
તાંબાના વાસણમાં રાખેલા દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે.

કાંસાના વાસણમાં રાંધવાથી કે જમવાથી 
માનસિક શક્તિ નો ભરપુર વિકાસ થાય છે. ચેતાતંત્ર સક્રિય કરે છે. લોહી શુધ્ધ થાય છે. પાચન સુધારી ભુખમાં વૃધ્ધિ કરે છે. કાંસાના વાસણમાં ખોરાક બનાવવાથી માત્ર ૩% જેટલા પોષક તત્વો ઓછાં થાય છે.
કાંસાના વાસણમાં ખાટો ખોરાક બનાવવો કે પીરસવો નહીં કારણ કે, તેમાં રહેલો એસિડ કાંસા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ખોરાકને વિષયુક્ત બનાવે છે.

સોના-ચાંદીના વાસણમાં ખાવાથી મન તેમજ શરીર સ્ફુર્તિ માં રહે છે. બી-૧૨ ની માત્રા વધે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સ્ટીલના વાસણો ખોરાક સાથે કોઇ પ્રતિક્રિયા કરતાં નથી. જેથી તેનાથી કોઈ નુકશાન કે ફાયદો નથી.

એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક શરીરમાં બિમારીઓ નોંતરે છે. ખોરાકમાં રહેલા આર્યન અને કેલ્શિયમને એલ્યુમિનિયમ શોષી લે છે શરીરનાં અવયવો નબળા પડે છે. પાચનતંત્ર તેમજ ચેતાતંત્ર પર ગંભીર અસર કરે છે. શરીરમાં ગંભીર બિમારીઓ સર્જાય છે. એલ્યુમિનિયમના પ્રેશર કૂકરમાં રાંધેલા ખોરાકમાં ૮૭% પોષક તત્વો નાશ પામે છે!!
એલ્યુમિનિયમ નાં વાસણો કદી પણ વાપરવાં નહીં.

નોંધ : —
- ધાતુના વાસણમાં રાંધતી વખતે તેમાં લીંબુ જેવા એસિડિક તત્વો ન નાખવા જોઇએ.
- ધાતુના વાસણોમાં રાંધતા પહેલાં તેનું વિજ્ઞાાન સમજવું ખુબ જરૂરી છે.

Dr Rahul Shukla
9427590190

Comments

Popular posts from this blog

PHOBIA Management

8 meal Diet for Weight Loss in Gujarati