Ekadashi Fasting - એકાદશી ઉપવાસ

📿 હાલમાં એકાદશી નો ઉપવાસ આપણાં માંથી ઘણાંએ કર્યો હશે. આપણાં શાસ્ત્રોમાં એકાદશી તેમજ વિવિધ તહેવારોમાં ઉપવાસનો આગ્રહ રખાય છે. એકાદશીનાં ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ હોવાથી ઋષિઓએ તેને ધર્મ સાથે જોડી દીધું છે, જેથી આપણે સહજતાથી પાલન કરી શકીએ.

📿એકાદશીના દિવસે ચંદ્રની ૧૧મી કળા (અવસ્થા) હોય છે. એકાદશીથી પુર્ણિમા/અમાસ દરમિયાન ચંદ્ર નો પૃથ્વી ઉપર ચુંબકીય પ્રભાવ રહે છે. તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર વધુ રહે છે. જેથી એકાદશીથી પુર્ણિમા/અમાસ દરમિયાન મન તેમજ શરીર વિચલિત રહે છે.

📿ઉપવાસ માં ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય અને ૧ મન - આ અગીયાર નું નિયમન જરૂરી છે. જેથી સંયમ પૂર્વક ઉપવાસ રાખવામાં આવે તો સ્વસ્થ રહેવાનું સરળ બને છે.

📿ઘઉં - ચોખા જેવા અનાજ શરીરમાં જળ તત્વની વૃધ્ધિ કરે છે. જળ તત્વને કારણે ચંદ્રમા મનને અધિક વિચલિત ન કરી શકે એટલે આ દિવસે ઘઉં, ચોખા નિષેધ છે. ઉપવાસ નાં દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે, તેટલું શરીર તેમજ મનનું નિયમન કરવામાં સરળતા રહેશે. અને ઉપવાસ પૂર્ણ કરતાં તકલીફ નહીં પડે. 

📿જવ-ઘઉં અને ડાંગર-ચોખાને જીવધારી માનવાં આવે છે. જવ અને ડાગરને ઉત્પન્ન થવાં માટીની પણ જરૂર નથી પડતી. કેવળ પાણી છાંટણા મારવાથી તે અંકુરિત થઇ જાય છે. તેને જીવ રૂપ માનતા એકાદશીના ભોજનના રૂપ માં ગ્રહણ કરવાથી નિષેધ કરેલાં છે, જેથી એક દિવસ શરીર અને મન સાત્વિક રહી શકે.

- ડૉ રાહુલ શુક્લ
9427590190


Comments

Popular posts from this blog

PHOBIA Management

Benifits of Metals for Health

8 meal Diet for Weight Loss in Gujarati