8 meal Diet for Weight Loss in Gujarati
વજન ઘટાડવા માટે - *વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ભોજન વ્યવસ્થા* 7am ઉઠીને ૧૫ મિનિટમાં લીંબુ પાણી, જ્યૂસ, મોસમી ફળો કે તાજું દહીં લેવાં. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવા થોડું પાણી પણ પી શકાય. 8-8:30am ઉઠ્યા પછી 1½ કલાકે ઘરે બનાવેલો તેમજ ઘીમાં રાંધેલો હળવો નાસ્તો લેવો, જેવો કે multigrain રોટલી સાથે યોગર્ટ, ઉપમા, પૌંઆ વગેરે. બાફેલા ઈંડા લઈ શકાય.. 11am સવાર ના નાસ્તા થી ૩ કલાક બાદ સૂકોમેવો, સિંગ-ચણા, મમરા કે refreshing જ્યૂસ લેવું 1-2pm બપોરના ભોજનમાં રોટલી કે ભાત માંથી એક જ લેવું. સાથે ઋતુ મુજબ શાકભાજી અને દાળ ખાવી. થોડી માત્રામાં દહીં, સલાડ ને અથાણું લઈ શકાય. ભોજનમાં ઘી ઉમેરવું ખુબ જરૂરી છે. નોનવેજ ખોરાક બપોરના ભોજનમાં ઉમેરવો. 4pm ભોજન કર્યા ના ૨ કલાક બાદ ઋતુ મુજબ સરબત કે છાસ લેવી. 5-6pm રાતનાં જમવા નાં ૨-૩ કલાક પહેલાં હળવો નાસ્તો અથવા Mini-Lunch જેવો ખોરાક લેવો. 8pm રાતનું વાળું સુવાના સમયના ૩ કલાક પહેલા પુરું કરવું જોઈએ. બપોરના ભોજન કરતાં અલગ હોય તે જરૂરી. વાળું માં ભાત, ખીચડી અથવા ઘી વાળો રોટલો (બાજરી/મકાઈ) શાક સાથે લઈ શકાય. 11pm રાત્રે સૂતી વખતે ગંઠોડા વાળું હુંફાળું દૂધ લેવું. નોંધ: ...